57

આપ સૌ આપનો અભિપ્રાય બ્લોગની પોસ્ટ પર આપી શકો છો - જયેશ ગજેરા .

માહિતીનો ખજાનો



:–વિશ્વ ભૂગોળ –:
૧.બ્રહ્માંડ

ઉત્પતિ: વર્તમાન પૂર્વે આશરે ૧૪ અબજ વર્ષ
આયુષ્ય:આશરે ૯ અબજ વર્ષ
વિસ્તાર:૪૧,૨૫૩ ચો.અંશ.આશરે ૧૫ અબજ પ્રકાશવર્ષ ની ત્રિજીયાસુધી તેની સીમાનો વ્યાપ એક પ્રકાશવર્ષ :૯૪૬૦.૫૩ અબજ કિમી
નિવાસી:મંદાકિની વૃંદ ,મંદાકિની નિહારિકા ,તારાવૃંદ ,તારાગુચ્છ ,તારામંડળ ,રાશી નક્ષત્ર ,તારા ,ન્યુટન તારા ,ગ્રહો ,લઘુગ્રહો ,ધૂમકેતુ ,ઉલ્કા ,વાદળકણો તથા તત્વઘટકો
તારામંડલ:૮૮
સૂર્યમંડળ:૧૦
ગ્રહો:૯
તારાગુચ્છો:૧૦૦
તારા:૧૦૦ અબજ (1022)
રાશી:૧૨
નક્ષત્ર:૨૭
ગેલેક્સીઓ:( 1011)
સૂર્યમંડળ:સૂર્યમંડળ ની ઉત્પતિ આશરે ૪..૫ x 109 વર્ષ પહેલા થઇ હોવાનું મનાય છે .તે સમયે સૂર્યની આજુબાજુ તકતી આકારનું વાદળ સર્જાયેલું હતું .આ વાયુ સંકોચન પામતો ગયો .જેમાંથી નાના નાના ખડકો બન્યા આ
નાના ખડકો એકબીજા સાથે અથડાયા કરતા .અથડાતા દરમિયાન તેઓ તૂટતા અને ફરી
પાછા જોડાઈને મોટા ખડક બનતા .મોટા ખડકો નાના ખડકો ને આકર્ષીને વધુ મોટા
ખડકોમાં ફેરવતા ક્રમશ :આ ખડકો ગ્રહના કદના બન્યા .આવી પ્રક્રિયાને કારણે
સૂર્યમંડળ નું નિર્માણ થયું .સૂર્ય ,નવગ્રહો અને તેમના ઉપગ્રહો ,પૂછડિયા
તારા તરીકે ઓળખાતા ધૂમકેતુઓ ,ખરતા તારાઓ તરીકે ઓળખાતી ઉલ્કા અને લઘુગ્રહો
સૂર્યમંડળના સભ્યો છે .સૂર્યમંડળ ના ગ્રહોના નામ અંતર પ્રમાણે બુધ,શુક્ર
,પૃથ્વી ,મંગળ ,ગુરુ ,શનિ, યુરેનસ ,નેપ્ચુન અને પ્લુટો .

૨.સૂર્યમંડળના ગ્રહો

નામસૂર્યથી સરાસરી અંતર (કિમી)વ્યાસ (કિમી)સૂર્યની પ્રદક્ષિણા કરતા લાગતો સમયઉપગ્રહોની સંખ્યા
બુધ૫,૭૯,૬૦,૦૦૦૪,૮૪૮૮૮ દિવસ- – -
શુક્ર૧૦,૮૩,૦૦,૦૦૦૧૨,૧૦૪૨૨૫ દિવસ- – -
પૃથ્વી૧૪,૯૭,૩૫,૦૦૦૧૨,૭૬૨365.દિવસ A leap year: 366 Days
મંગળ૨૨,૮૧,૫૩,૦૦૦૬,૭૬૦૬૮૭ દિવસ
ગુરુ૭૭,૯૦,૪૭,૦૦૦૧,૪૨,૭૦૦૧૧.૯ વર્ષ૧૬
શનિ૧,૪૨,૮૨,૯૫,૦૦૦૧,૨૦,૮૦૦૨૯.૯ વર્ષ૨૪
પ્રજાપતિ (યુરેનસ)૨,૮૭,૮૨,૦૮,૦૦૦૫૧,૮૦૦૮૪ વર્ષ૧૫
વરુણ (નેપ્ચુન)૪,૫૦,૦૬,૯૧,૦૦૦૪૯,૪૦૦૧૬૪.૮ વર્ષ
યમ (પ્લુટો)૫,૯૧,૭૧,૮૫,૦૦૦૨૨૮૫૨૪૮ વર્ષ
૩.અવકાશી પ્રદાર્થો
સૌથી મોટો ગ્રહગુરુ
સૌથી નાનો ગ્રહબુધ
સૌથી તેજસ્વી ગ્રહશુક્ર
સૂર્યથી સૌથી દુરનો ગ્રહપ્લુટો
સૂર્યથી નજીકનો ગ્રહબુધ
લાલ રંગનો ગ્રહમંગળ
સૌથી ઠંડો ગ્રહપ્લુટો
સૌથી ગરમ ગ્રહબુધ
પૃથ્વીથી સૌથી નજીકનો તારોસૂર્ય
સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહશુક્ર
પૂછડિયા તારા તરીકે ઓળખાતો ગ્રહધૂમકેતુ
પૃથ્વીથી નજીકના બે ગ્રહોશુક્ર અને મંગળ
સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલા ગ્રહોબુધ અને શુક્ર
આકાશમંડળમાં સૌથી ચળકતો તારોવ્યાધ
શનિના ગ્રહની આસપાસ ના વલયોચાર
નારી આંખે જોઈ શકાય તેવા ગ્રહોમંગળ,બુધ,ગુરુ,શુક્ર ,શનિ
જે ગ્રહ પર જીવન છે તેપૃથ્વી
પૃથ્વીનો ઉપગ્રહચંદ્ર
અવિચળ તારોધ્રુવ
સપ્તર્ષિ તારાજૂથના સાત તારાઓના નામમરીચિ,વરિષ્ટ ,અંગિરસ,અત્રિ, પુલરત્ય,પુલહ,ક્રતુ
સૌથી વધારે પરીક્રમ સમય ધરાવતો ગ્રહપ્લુટો
સૌથી ઓછો પરીક્રમ સમય ધરાવતો ગ્રહબુધ
ઉપરનો ફોટો અને નીચેનો ચાર્ટ વિકિપીડિયા માંથી મળેલ છે

ધવલ “નવનીત “
લીબર્ટી ના પુસ્તકો માંથી આ જ્ઞાન ને અહી શબ્દાંકન કરવા નિમિત્ત બન્યો છું ,

શરીરના અંગો સાથે સંકળાયેલ રોગો

March 28, 20104 comments


શરીરના અંગો સાથે સંકળાયેલ રોગો :
રોગકયા અંગને અસર કરે છે
આર્થરરાઈટિસપગના સાંધા
અસ્થમાફેફસાં
કેટરેટઆંખ
કન્જેટીવાઈટિસઆંખ
ડાયાબિટીસ- – -
ડિપ્થેરિયાગળું
ગ્લુકોમાઆંખ
ગોઇટરગળું
ટીટેનસમાંસપેશીઓ
કમળોયકૃત
મેનેન્જાટીસમગજ
પોલિયોનસ
ન્યુમોનિયાફેફસાં
પાયોરિયાદાંત
ટી.બીફેફસાં
ટાઈફોડઆંતરડા
મેલેરિયાકરોડરજ્જુ
લ્યુકેમિયાલોહી
થેલેસેમિયાલોહીના રક્તકણો
સિફિલિસજનનાંગો
પ્લેગફેફસાં,લાલ રક્તકણો
હરપીસચામડી
ટ્રેકોમાંઆંખ
ફ્લુશ્વસનતંત્ર

સુક્ષ્માંણુંથી થતા રોગો :


સુક્ષ્માંણુંથતા રોગો
વાઈરસપીળો તાવ , હડકવા , શીતળા , ઓરી , અછબડા , શરદી , ફ્લુ ,પોલિયો ,કન્જેટિવાઈટિસ.
બેક્ટેરિયાકોલેરા ,મરડો ,ટી.બી , ન્યુમોનિયા ,ગોનોરિયા ,રક્તપિત્ત ,પ્લેગ , ડિપ્થેરિયા ,સિફિલિસ
ફૂગદરાજ ,ખરજવું
પ્રજીવમલેરિયા ,અમીબિક , મરડો ,અનિદ્રા
કૃમિવાળો , હાથીપગો , અને અન્નમાંર્ગના રોગ


ચેપી રોગો અને બિનચેપી રોગો ::

પ્રકારરોગો
ચેપી રોગો :વાઈરસ, બેક્ટેરિયા ,પ્રજીવો .ફૂગ અને કૃમીઓ થી થતા રોગો ચેપી છે .ચેપી રોગો માટે જવાબદાર સજીવોને રોગજન્ય થતા સજીવો કહે છે .ચેપી રોગો નો ફેલાવો કરતા સજીવોને રોગવાહક સજીવો કહે છે .ચેપી રોગો હવા, પાણી ,તેમજ ખોરાક મારફતે પણ ફેલાય છે .
બિનચેપી રોગો :અનુવાંશિક રોગ ,માનસિક રોગ ,ત્રુટીજન્ય રોગ, ચયાપચયની કે અંત:સ્ત્રાવોની ખાનીથી થતા રોગ અને હાનીકારક પ્રદાથોથી થતા રોગો એ બિનચેપી રોગો છે
અનુવાંશિક રોગો :હિમોફિલિયા ,રંગઅંધતા,આલ્બિનિઝમ.
માનસિક રોગો :ફેફસું ,હતાશા ,દ્રીમુખી વ્યક્તિત્વ .
ત્રુટીજન્ય રોગો(આહાર પોષણની ખામીથી થતા રોગો ):કવોશિયોરકોર,મરાસ્મસ , રતાંધળાપણું ,પાંડુરોગ ,સ્કર્વી ,બેરીબેરી સુક્તાન .
ચયાપચય કે અંત:સ્ત્રાવોની ખામીથી થતા રોગો :ગોઇટર, ડાયાબિટીસ, કંપવા નપુંસકતા .
હાનિકારક પ્રદર્થોથી થતા રોગો :એલર્જી, સિલિકોસિસ,એસ્બેસ્ટોસીસ ,ન્યુમોકોનિયોસિસ,લ્યુકેમિયા
એલર્જી :કેટલાક ચોક્કસ ખાધ કે અન્ય પ્રદાર્થો પ્રત્યે અસાધારણ સંવેદનશીલતાને પરિણામે ઉદભવતી શારીરિક ,માનસિક કે દેહધાર્મિક તકલીફ કે રોગને એલર્જી કહે છે
જાતીય સમાગમથી થતા રોગો :એઇડ્સ ,ગોનોરિયા ,સિફિલિસ





ધવલ “નવનીત “
લીબર્ટી ના પુસ્તકો માંથી આ જ્ઞાન ને અહી શબ્દાંકન કરવા નિમિત્ત બન્યો છું ,

મનુષ્યમાં ઉદભવતાં કાલ્પનિક ભય :


મનુષ્યમાં ઉદભવતાં કાલ્પનિક ભય :

  • મનુષ્ય પોતાની કલ્પના થી ભય અનુભવે છે ..તે ભય બિંદુ અને તે ભય ને
    વૈજ્ઞાનિક ભાષામાં નામકારણ નીચે પ્રમાણે છે

સંબંધભયસંબંધભય
ઊંઘહિપ્નોફોબિયાદુર્ઘટનાટ્રાઉમેટો ફોબિયા
અસફળતાકાકોરાફિયા ફોબિયારાત્રીઅચીલુઓ ફોબિયા
થાકકોપો ફોબિયાધ્વનીઅકાઉસ્ટીકો ફોબિયા
કોઢલેપ્રો ફોબિયાપીડાઅલ્ગો ફોબિયા
ગાંડપણમેનિયા ફોબિયાઉંચાઈઅલ્ટો ફોબિયા
ગર્ભવતીમાઈમુસીઓ ફોબિયાધૂળએમાથો ફોબિયા
ગંદકીમાઈસો ફોબિયાસંગીતમ્યૂઝિક ફોબિયા
પગે ચાલવુંબાસી ફોબિયામૃત્યુ -મૃતદેહનેક્રો ફોબિયા
ઊંડાઈબૈથો ફોબિયાવાદળનેફો ફોબિયા
ઠંડુકાઈમાટો ફોબિયાબીમારીનોસેમાં ફોબિયા
રંગક્રોમેટો ફોબિયારોગનાસો ફોબિયા
સહવાસકોશિનો ફોબિયાગંધઓલ્ફેકટો
કુતરોમાઈનો ફોબિયાવરસાદઓમ્બો ફોબિયા
ગતિકાઈનેટિકો ફોબિયાવિદ્યુતઇલેક્ટ્રો ફોબિયા
આંખઓમ્મેટો ફોબિયાકીડી-મકોડાએન્ટોમો ફોબિયા
સ્વપ્નઓમેએરો ફોબિયાએકાંતએરીમેટો ફોબિયા
સાપઓફિયો ફોબિયાસેક્સગેનો ફોબિયા
બાળકપેડી ફોબિયામહિલાગાઈનો ફોબિયા
ખાધફેગો ફોબિયાબોલવુંહેલો ફોબિયા
દવાફાર્મકો ફોબિયાસુખહેડોનો ફોબિયા
ભયફોબો ફોબિયાપાણીહાઈડ્રો ફોબિયા
પ્રાણીઝુ ફોબિયા= = == = =



ધવલ “નવનીત “
લીબર્ટી ના પુસ્તકો માંથી આ જ્ઞાન ને અહી શબ્દાંકન કરવા નિમિત્ત બન્યો છું ,

ઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન

March 27, 20101 comment
ઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન

વિશ્વનો મોટામાં મોટો રમતોત્સવ એટલે ” ઓલિમ્પિક રમતોત્સવ “.દુનિયામાં કોઈપણ ખેલ સ્પર્ધા ઓલિમ્પિકના પોતાના નવા નવા ખેલાડીઓ ઉત્પન્ન કરે છે અને દરેક રમત માં નવા નવા વિક્રમો દર ઓલિમ્પિકમાં ઉભા કરે છે ઓલિમ્પિક રમત નો મૂળ પ્રાચીન ગ્રીસમાં ઈ.સ .પૂર્વે ૭૭૬ થી ઈ.સ.૩૯૪ સુધીમાં ઝીયસ નામે દેવને રાજી રાખવા દર ચાર વર્ષે યોજાતી .ઈ.સ ૩૯૪ માં તે વખતના સમ્રાટ રાજા થિયોડોસીયાસેઓલિમ્પિક પર પ્રતિબંધ મૂકી દીધો .આ પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવ પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિયા ખાતે યોજવામાં આવતો હતો .ત્યારબાદ ૧૮૯૪ માં ફ્રાંસના રોબર્ટ પિયરી ધ કુબર્તિ એ ઓલિમ્પિક રમોત્સવ શરુ કરવા માટે સંમેલન બોલાવ્યું .જેમાં અમેરિકા અને રશિયા સહીત ૧૨ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો .આ સંમેલન માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઇ .આ સંમેલનના પરિણામે ગ્રીસની રાજધાની એથેન્સ શહેરમાં ૪ એપ્રિલ ૧૮૯૬ ના રોજ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું .ત્યારબાદ દર ચાર વર્ષે જુદા જુદા દેશોમાં ઓલિમ્પિક મહોત્સવ યોજાય છે . આમ ,આધુનિક ઓલિમ્પિક ના જન્મદાતા રોબર્ટ પિયરી ધ કુબર્તિ ગણાય છે
ઓલિમ્પિક રમતોત્સવ વિશ્વબંધુત્વની ભાવનાનો વિકાસ કરે છે .સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને ફોરટિયાસ ( વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી ) – એ ઓલિમ્પિક રમતોત્સવ નો મુદ્રાલેખ છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક રમતોત્સવમાં ઓલિમ્પિક જ્યોતની શરૂઆત થઇ હતી .
:ઓલિમ્પિક ચાર્ટર :
ઓલિમ્પિક રમતોત્સવનો એક ચાર્ટર છે .આ ચાર્ટર માં ઓલિમ્પિકના હેતુઓ
આપેલા છે જે નીચે મુજબ છે


  1. રમતગમત માટેના જરૂરી એવા શારીરિક અને નૈતિક ગુણોનો વિકાસ કરવો.
  2. વિશ્વશાંતિ માટે રમતગમત ના માધ્યમ થી યુવાઓમાં પરસ્પર સદભાવના અને મિત્રતા વધારવી .
  3. સમગ્ર વિશ્વમાં ઓલિમ્પિકના સિદ્ધાંતો નો પ્રચાર કરીને આંતરરાષ્ટ્રીય સદભાવ ઉભો કરવો
  4. વિશ્વના બધા ખેલાડીઓને દર ચાર વર્ષે એક સ્થાન પર એકત્રિત કરવા
    :ઓલિમ્પિકનું આદર્શ સુત્ર :
વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી
:ઓલિમ્પિક ધ્વજ :
ઈ.સ. ૧૯૧૪ માં ઓલિમ્પિક ધ્વજ
બનાવવામાં આવ્યો .ઓલિમ્પિક ધ્વજને સર્વપ્રથમ સાતમાં ઓલિમ્પિક રમતોત્સવ
એન્ટવર્પ શહેરમાં ફરકાવવામાં આવ્યો હતો .ઓલિમ્પિક ધ્વજ સિલ્કનો બનાવવામાં
આવે છે .આ ધ્વજ પર પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં
વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ :પૂરેલા હોય છે . ઓલિમ્પિકના પાંચ
વર્તુળો એ પાંચ ખંડના પ્રતિક છે અને પરસ્પર જોડાયેલા હોવાથી આંતરરાષ્ટ્રીય
સદભાવના અને મૈત્રીનો સંદેશ આપે છે
:ઓલિમ્પિક ચીહ્ન :

પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ :
પૂરેલા હોય છે . ઓલિમ્પિકના ચીહ્ન નિષ્પક્ષ અને મુક્ત સ્પર્ધાનું પ્રતિક છે
:ઓલિમ્પિક ગીત :
૧૯ મી સદીમાં ઓલિમ્પિક ગીતની રચના ગ્રીસના સંગીતકારો સ્પિરોસ સામારાસ અને કોસ્તિમ પાલામાસેકરી હતી .આ ગીત ઓલિમ્પિક રમતોત્સવના ઉદઘાટન સમયે અને સમાપન સમારોહમાં ગાવામાં આવે છે
:ઓલિમ્પિક જ્યોત :
‘ જ્યોત’ એ ઓલિમ્પિક રમતોત્સવના શ્રી ગણેશકર્તા છે . ઓલિમ્પિક જ્યોત ઓલિમ્પિક રમતોત્સવના શરુ થવાના થોડા દિવસો પહેલા ગ્રીસના ‘ જિયસ ‘ ના
મંદિરમાંથી લાવવામાં આવે છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક જ્યોતની
શરૂઆત થઇ હતી
:ઓલિમ્પિકનું શુભદાયક ચીહ્ન :
વર્ષસ્થળશુભદાયક ચીહ્ન (mascot )
૧૯૭૨મ્યુનિચવાલ્દી(કુતરો)
૧૯૭૬મોન્ટ્રીયલઅમિક
૧૯૮૦મોસ્કોમીશા (રીંછનું બચ્ચું )
૧૯૮૪લોસ એન્જલસસૈમ (બાજ)
૧૯૮૮સેઉલહોદોરી (વાઘનું બચ્ચું )
૧૯૯૨બાર્સિલોનાકોબી (કુતરો)
૧૯૯૬એટલાન્ટાઈજ્જા(માનું બાળક )
૨૦૦૦સિડનીઓલી,મિલિ અને સિડ
૨૦૦૪એથેન્સફેઓસ અને એથેના
:ઓલિમ્પિક રમતો :
તીરંદાજી (આર્ચરી )૧૫જુડો
એથ્લેટિકસ૧૬શુટિંગ
બાસ્કેટબોલ૧૭સ્વિમિંગ
બોક્સિંગ૧૮ટેબલ ટેનીસ
કેનોઈંગ૧૯ટેનિસ
સાઈક્લિંગ૨૦વોલીબોલ
ઇક્વેસ્ટીરીયન સ્પોર્ટ૨૧વેઇટલિફ્ટિંગ
ફેન્સિંગ૨૨કુસ્તી
ફૂટબોલ૨૩યાચિંગ
૧૦જીમ્નેસ્ટીક૨૪રોવિંગ
૧૧હેન્ડબોલ૨૫બેઝબોલ
૧૨બેડમિન્ટન૨૬સોફટબોલ
૧૩હોકી૨૭ટઈક્વોન્ડો
૧૪પેન્ટાથલોન૨૮ટ્રપથ્લોન

વિશ્વમાં સૌપ્રથમ

March 26, 20104 comments

જ્યોર્જ વોશિંગ્ટન

અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ
રોબર્ટ વોલપોલ
બ્રિટનના પ્રથમ વડાપ્રધાન
સુનયાત સેન
ચીનના પ્રથમ રાષ્ટ્રપતિ
ચીન
વિશ્વનું પ્રથમ સામ્યવાદી રાષ્ટ્ર
અમેરિકા
વિશ્વમાં પ્રથમ સ્વતંત્ર થનાર રાષ્ટ્ર
મોહંમદ અલી ઝીણા
પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જરનલ
શ્રીમતી સિરિમાવો બંડારનાયક
વિશ્વની પ્રથમ મહિલા વડા પ્રધાન (શ્રીલંકા)
લીવરપુલ અને માન્ચેસ્ટર(યુ.કે)
વિશ્વની પ્રથમ રેલ્વે (૧૮૨૫)
એમંડસન(1928)
દક્ષીણ ધ્રુવ પર પહોચનાર પ્રથમ વ્યક્તિ
શેરપા તેનસિંગ
સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ ચઢનાર વ્યક્તિ
રોબર્ટ પિયરી
ઉત્તર ધ્રુવ પર પહોચનાર પ્રથમ વ્યક્તિ ૧૯૦૨
`નવાંગ ગોમ્બુ
માઉન્ટ એવરેસ્ટ બે વાર સર કરનાર વ્યક્તિ
(૧૯૬૩ અમેરિકા સાથે ) (અને ૧૯૬૫ ઇન્ડિયન સાથે )
જંકો તુબેઈ (જાપાન)
માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા
મેં ૧૬/૧૮ , ૧૯૭૫ના દિવસે
સંતોષ યાદવ
માઉન્ટ એવરેસ્ટ બેવાર સર કરનાર પ્રથમ મહિલા 
૧૯૯૨ અને ૧૯૯૩
 માં
ફર્ડીનાંન્ડ મેગેલીન
પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ વ્યક્તિ
૧૪૮૦—-એપ્રિલ ૨૭ ,૧૫૨૧
મેરિયા એસ્ટેલા પેરો
” ઈજાબેલ પેરોન 
વિશ્વની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ
જુલાઈ ૧૯૭૪ થી માર્ચ ૨૪, ૧૯૭૬
 
ડો, ક્રિસ્ટીન જેમીન(ફ્રેંચ)
ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ મહિલા
માર્ચ ૧ , ૨૦૦૯
ઉપયુક્ત માહિતી સંગ્રહિત હતી પણ વ્યક્તિઓના ફોટાઓ મેળવવામાં થોડો સમય જરૂર લાગ્યો..આશા છે આપને ગમશે 
જ્ઞાન થી ખુદને રાખો નવીનત્તમ …સત્વરે મળીશું …..

આપણું શરીર ભાગ 3

March 26, 20106 comments
  • ૩૦ વર્ષની વયે સ્વસ્થ ભારતીય પુરુષની ઊંચાઇ પ્રમાણે નીચે મુજબનું વજન હોવું જઈએ
ઊંચાઈ અને વજન – વર્ગીકરણ
ઊંચાઈ (સેમી.)વજન (કિલોગ્રામ )ઊંચાઈ (સેમી.)વજન (કિલોગ્રામ )
૧૪૬૪૬.૬૧૬૮૫૯.૧
૧૪૮૪૭.૪૧૭૦૬૦.૬
૧૫૦૪૮.૩૧૭૨૬૨.૧
૧૫૨૪૯.૨૧૭૪૬૩.૭
૧૫૪૫૦.૩૧૭૬૬૫.૩
૧૫૬૫૧.૪૧૭૮૬૭.૦
૧૫૮૫૨.૫૧૮૦૬૮.૭
૧૬૦૫૩.૭૧૮૨૭૦.૪
૧૬૨૫૪.૯૧૮૪૭૨.૧
૧૬૪૫૬.૨૧૮૬૭૩.૮
૧૬૬૫૭.૬૧૮૮૭૫.૬
શરીરના અવયવોનો ભાર – વર્ગીકરણ
અવયવવજન (ગ્રામમાં )અવયવવજન (ગ્રામમાં )
મુત્રપિંડ૧૫૦જમણું ફેફસું460
બરોળ૧૭૫સ્રીનું મગજ૧૨૭૫
સ્ત્રીનું હૃદય૨૫૦પુરુષનું મગજ૧૪૦૦
પુરુષનું હૃદય૩૦૦યકૃત૧૬૫૦
ડાબું ફેફસું૪૦૦- – - -- – -
જુદા જુદા વર્ગો માટે પ્રોટીનનું જરૂરી પ્રમાણ – વર્ગીકરણ
વર્ગપ્રોટીનની જરૂરિયાત (ગ્રામ પ્રતિદિન )
વયસ્ક પુરુષ૧ ગ્રામ પ્રતિ કિ. ગ્રામ વજન પર
વયસ્ક સ્ત્રી૧ ગ્રામ પ્રતિ કિ. ગ્રામ વજન પર
ગર્ભવતી મહિલા૧ ગ્રામ પ્રતિ કિ .ગ્રામ + ૧૦ ગ્રામ
સ્તનપાન કરાવતી મહિલા૧ ગ્રામ પ્રતિ કિ .ગ્રામ + ૨૦ ગ્રામ
શિશુ અથવા નાનું બાળક૧.૫ થી ૨.૩ ગ્રામ પ્રતિ કિ .ગ્રામ વજન પર
નિશાળે જતા બાળકો૨૨ થી ૪૦ ગ્રામ
યુવાન અને યુવતીઓ૫૦ થી ૬૦ ગ્રામ
લોહીના પ્રકાર :–

* A (એ ), B (બી),O (ઓ),Rh +(આર.એચ .ઘન) ,Rh -(આર.એચ.ઋણ )
* O (ઓ) ગ્રુપ —સર્વદાતા
* AB (એબી)ગ્રુપ — સર્વવાહી
શરીરમાં મુત્ર :- – વર્ગીકરણ
૨૪ કલાકમાં મૂત્રનું પ્રમાણ૧૦૦૦ થી ૧૫૦૦ મિલિલિટર
વિશિષ્ટ ઘનતા૧.૦૧૨ થી ૧.૦૨૦
ph મુલ્ય૫.૫ થી ૮
લોહીના લક્ષણો :- – વર્ગીકરણ
શરીરમાં લોહીનું પ્રમાણવજનના ૭ ટકા
વિશિષ્ટ ઘનતા૧.૦૫૦ થી ૧.૦૬૦
કણોનું પ્રમાણ૪૨ થી ૪૫ ટકા
રક્તકણોની સંખ્યા૧ ઘન મિમી.માં ૫૦ લાખ
શ્વેતકણોની સંખ્યા૫૦૦૦ થી વધારે ૧ ઘન મિમી માં
* હિમોગ્લોબીનપુરુષ : ૧૫ ગ્રામસ્ત્રી :૧૪.૩ ગ્રામ
આહારની દૈનિક આવશ્યકતા – વર્ગીકરણ
આવશ્યકતાપુખ્તવયના માટેઆવશ્યકતાપુખ્તવયના માટે
કાર્બોહાઈડ્રેટ૫૦૦ ગ્રામચરબી૫૦ ગ્રામ
પ્રોટીન૧૦૦ ગ્રામવિટામીન એ૨ મિલિગ્રામ
વિટામીન બી ૧૨ મિલિગ્રામવિટામીન બી ૨૨ મિલિગ્રામ
વિટામીન બી૬૧ મિલિગ્રામવિટામીન બી૧૨૩ માઈક્રોગ્રામ
* ફોલિક એસીડ૧ મિગ્રામ* પેન્ટોથીનિક એસીડ૫ મિગ્રામ
વિટામીન સી૫૦ મિગ્રામવિટામીન ડી૨ મિગ્રામ
ફોસ્ફરસ૧.૫ ગ્રામગંધકનો એસીડ૨.૫ ગ્રામ
કેલ્શિયમ૭૦૦ ગ્રામસોડિયમ૫ ગ્રામ
પોટેશિયમ૩ ગ્રામક્લોરીન૮ ગ્રામ
આયર્ન૧૪ ગ્રામતાંબુ૨ ગ્રામ
પાણી૨.૫ લિટર= == =

ધવલ “નવનીત “
લીબર્ટી ના પુસ્તકો માંથી આ જ્ઞાન ને અહી શબ્દાંકન કરવા નિમિત્ત બન્યો છું ,

આપણું શરીર ભાગ ૨

February 15, 20101 comment

શરીરના ઉપાંગો :

  • એક : કપાળ,ડોક, દુંટી ,નાક ,પીઠ, માથું અને હડપચી


  • બે   : અંડાશય કે વૃષણ ,એક યકૃત ,એક ફેફસું ,એક બરોળ ,એક નાડી,એક શ્વાસનળી ,એક હૃદય , બે કોશ,  છાતી ,ચાર રજ્જુ ,છ કૃર્મ કે પગના હાડકા ,સાત આશય ,સાત કલા નામની અંત:સ્થ ચામડી ,સાત ચામડી ,સાત સેવની , નવ છિદ્રો

    ,બાર જાળ ,પંદર હાડકા ,મળવાના ઠેકાણા ,સોળ મુખ્ય શીરા ,અઢાર સીમંત ,વીસ

    આંગળી ,૨૪ ધમની , ૧૦૭ મર્મસ્થાન ,૨૧૦ હાડકાના સાંધા ,૩૦૦ હાડકા ,૫૦૦ પેશીઓ

    ,૭૦૦ શીરા ,૯૦૦ સ્નાયુઓ

શરીરના તત્વો :

શરીરના તત્વો નું વર્ગીકરણ

તત્વો

ટકા

તત્વો

ટકા

કાર્બન

૪૮.૪૩

ફોસ્ફરસ

૧.૫૮

પ્રાણવાયુ

૨૩.૭૦

સોડિયમ

૦.૬૫

નાઈટ્રોજન

૧૨.૮૫

પોટેશિયમ

૦.૫૫

હાઈડ્રોજન

૬.૬૦

ક્લોરીન

૦.૪૫

સલ્ફર

૧.૬૦

મેગ્નેશિયમ

૦.૧૦


* ઉપરની ગણતરી પાણીનો ભાગ બાદ કરીને કરેલી છે
* પાણી સહીત સમગ્ર શરીરમાં તત્વોનું પ્રમાણ નીચે મુજબ છે

શરીરના તત્વો નું વર્ગીકરણ

તત્વો

ટકા

તત્વો

ટકા

ઓક્સીજન

૬૦

ક્લોરીન

૦.૧૬

કાર્બન

૨૦.૨૦

સલ્ફર

૦.૧૪

હાઈડ્રોજન

૧૦

પોટેશિયમ

૦.૧૧

નાઈટ્રોજન

૨.૫

સોડિયમ

૦.૧૦

કેલ્શિયમ

૨.૫

મેગ્નેશિયમ

૦.૦૭

ફોસ્ફરસ

૧.૧૪

આયર્ન

૦.૦૧

નાડીના ધબકારા નું વર્ગીકરણ

ઉંમર

દર મીનીટે ધબકારાની સંખ્યા

જન્મ વખતે

૧૩૦ થી ૧૪૦

પ્રથમ વર્ષે

૧૧૫ થી ૧૩૦

બીજા વર્ષે

૧૦૦ થી ૧૧૫

ત્રીજા વર્ષે

૯૫ થી ૧૦૫

૭ થી ૧૪ વર્ષ

૮૦ થી ૯૦

૧૪ થી ૨૧ વર્ષ

૭૫ થી ૮૫

૨૧ થી ૬૦ વર્ષ

૭૦ થી ૭૫

૬૦ વર્ષ અને તેની ઉપર

૭૫ થી ૮૫

ઊંઘનું પ્રમાણ – વર્ગીકરણ

ઉંમર

ઊંઘના કલાક

પહેલો મહિનો

૨૨

૧ થી ૩ મહિના

૨૦

૩ થી ૬ મહિના

૧૮ થી ૧૬

૬ થી ૧૨ મહિના

૧૬ થી ૧૪

૧ થી ૩ વર્ષ

૧૨ થી ૧૪

૩ થી ૪ વર્ષ

૧૩ થી ૧૧

૪ થી ૫

૧૨ થી ૧૧

૫ થી ૬

૧૨ થી ૧૧

૬ થી ૧૦ વર્ષ

૧૨ થી ૧૦

૧૦ થી ૧૫ વર્ષ

૧૧ થી ૧૦

૧૫ વર્ષથી ઉપર

૮ થી ૭

શ્વાસોચ્છવાસની સંખ્યાનું વર્ગીકરણ

ઉંમર

દર મીનીટે શ્વાસની સંખ્યા

૨ મહિનાથી ૨ વર્ષ

૩૫

૨ થી ૬ વર્ષ

૨૩

૬ થી ૧૨ વર્ષ

૨૦

૧૨ થી ૧૫ વર્ષ

૧૮

૧૫ થી ૨૧ વર્ષ

૧૭-૧૮

૨૧ વર્ષથી ઉપર

૧૬-૧૭

ધવલ “નવનીત “
લીબર્ટી ના પુસ્તકો માંથી આ જ્ઞાન ને અહી શબ્દાંકન કરવા નિમિત્ત બન્યો છું ,

આપનું શરીર :

February 15, 20103 comments



  • આપનું શરીર કાર્બન,હાઈડ્રોજન ,ઓક્સીજન ,નાઈટ્રોજન , ફોસ્ફરસ ,કેલ્શિયમ અને લોખંડનું બનેલું છે .આપના શરીર માં લોખંડ નું પ્રમાણ ઘણું જ
    ઓછું છે

  • આપણા શરીર માં ૬૦ થી ૬૫ % પાણી છે

  • પાચન ,શ્વસન,રુધિરાભિસરણ ,ઉત્સર્ગ અને પ્રજનન એ પાંચ  આપના શરીર ની મુખ્ય ક્રિયાઓ છે

  • આપણા શરીર માં બધી નસોની લંબાઈ ૯૬,૫૪૦ કિમી જેટલી થાય

  • આપણા શરીર નો મૂળભૂત એકમ કોષ છે

  • આપણા શરીર માં કુલ ૨૧૩ હાડકા છે

  • આપણા શરીરનું સરેરાશ ઉષ્ણતાપમાન  ૩૭ ડીગ્રી સેલ્સિયસ જેટલું  હોય છે

  • આપણા શરીરમાં શ્વાસોચ્છાવાસની ક્રિયા દર મીનીટે ૧૬ થી ૧૮ વખત થાય છે

  • આપણા શરીર માં ૯૦૦૦ જેટલી સ્વાદકલીકાઓ   છે .

  • આપણા શરીરમાં એક ચોરસ ઈંચે ૧૦,૦૦૦ કેશવાહિનીઓ છે .

  • આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ૭ %છે .લગભગ ૧૨ શેર લોહી હોય છે

  • આપણા શરીરમાં ૪૦૦ થી ૫૦૦ સ્નાયુઓ છે

  • શરીરનો સૌથી મોટો અવયવ યકૃત છે .

  • પુખ્ત માણસના મગજનું વજન ૧૪૦૦ ગ્રામ જેટલું હોય છે

  • માણસની મહાકાયતા અને વામનતા  પીચ્યુટરી ગ્રંથીને આભારી છે

  • માણસના શરીરના તાપમાનનું નિયંત્રણ હાઈપોથેલેમસ ગ્રંથી કરે છે

  • પ્રજનન માટે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન  અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન હોય છે


શરીર ના તંત્રો :

1. પાચનતંત્ર
2. ભ્રમણતંત્ર
3. શ્વસનતંત્ર
4. ઉત્સર્ગતંત્ર
5. સ્નાયુતંત્ર
6. પ્રજનનતંત્ર
7. ગ્રંથિતંત્ર
8. ચેતાતંત્ર
9. કંકાલતંત્ર

આપના ખોરાક ના મુખ્ય ઘટકો :

તત્વો

કાર્યો

શેમાંથી મળે

કાર્બોહાઈડ્રેટ

શરીર ને શક્તિ અને ગરમી આપે છે .આહાર નો મુખ્ય ઘટક અને શક્તિ નો મુખ્ય સ્ત્રોત છે .

અનાજ .બટાકા. ખાંડ.શેરડી,કેળા .ગાજર .મધ .શક્કરીયા

ચરબી

કોષ ને માંસપેશીઓના રચનામાં ચરબી અગત્યનો ભાગ ભજવે છે .વિટામીન A .D.B.એને K ના અભીશોષણ માટે જરૂરી છે

ઘી .તેલ.દૂધ .માખણ.ઈંડા .મગફળી

પ્રોટીન

શરીરની માંસપેશીઓના સર્જન અને વૃદ્ધિ માટે ,ઉત્સેચકો અને અંત:સ્ત્રાવોના બંધારણ માટે પ્રોટીન જરૂરી છે .

કઠોળ .દૂધ,દહીં.પનીર .માંસ.માછલી .ઈંડા

પાણી

શરીરમાં થતી જૈવ-રસાયણિક ક્રિયાઓ માટે પાણી જરૂરી છે

- – - – -

ખનીજ દ્રવ્યો

શરીરને ઘસારો પૂરો પડે છે અને હાડકા મજબુત બનાવે છે .

ધન્ય ,કઠોળ.દૂધ.સુકા મેવા .તેલીબિયાં,લીલા શાકભાજી

વિટામીન

શરીરમાં થતી જૈવ – રસાયણિક ક્રિયાઓ માટે ,શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે અને કોષોની ક્રિયાશીલતા માટે વિટામીન જરૂરી છે

દૂધ. માખણ .શાકભાજી .ઈંડા .માંસ

ધવલ “નવનીત “

લીબર્ટી જરનલ સ્ટડીઝ પુસ્તક માંથી માહિતી પ્રાપ્ત કરીને અહી મુકેલ છે

No comments:

Post a Comment